કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું.

  • મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં તાજેતરમાં ધાત્રી (તિબિલિસી) નામની માદા ચિત્તાનું અવસાન થવાની સાથે આ આંકડો નવ પર પહોંચ્યો જેમાં આ વર્ષે માર્ચમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકામાંથી સ્થળાંતર કરાયેલા છ પુખ્ત ચિત્તાઓ અને ભારતમાં જન્મેલા ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે.
  • આ ચિત્તાઓના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવી છે અને દક્ષિણ આફ્રિકાના નિષ્ણાત પશુચિકિત્સકને પણ બોલાવવામાં આવ્યા હતા.
  • બાકીના ચિત્તાઓના સ્વાસ્થ્યનું સંચાલન કરવા માટે મૌખિક રીતે અથવા સ્થાનિક રીતે ઉપયોગમાં લેવાતા પ્રણાલીગત જંતુનાશક ફ્લુરાલેનર એકેરિસાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • સૌ પ્રથમ 27 માર્ચના રોજ નામીબિયાની માદા ચિત્તાનું કિડનીની તકલીફોને કારણે, 13 એપ્રિલે ઉદયનું, 9 મેના રોજ, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષાનું સમાગમ દરમિયાન બે નર ચિતાઓ સાથે 'હિંસક ક્રિયાપ્રતિક્રિયા' પછી મૃત્યુ થયું હતું. 
  • ત્યારબાદ મે મહિનામાં જ માદા નામિબિયન ચિતાના જન્મેલા ચારમાંથી 
  • ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચિતા હેઠળ, કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની પ્રજાતિઓને ફરીથી વધારવા બે અલગ-અલગ બેચમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.  
  • જેમાં પ્રથમ બેચ પાછલા વર્ષના સપ્ટેમ્બરમાં આવી હતી, ત્યારબાદ બીજી બેચ ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં આવી હતી.
  • હાલમાં, કુનો નેશનલ પાર્કમાં 14 ચિત્તાઓ રહે છે, જેમાં સાત નર, છ માદા અને એક માદા બચ્ચાનો સમાવેશ થાય છે. 
Another leopard died in Kuno National Park.

Post a Comment

Previous Post Next Post