BHEL દ્વારા સ્વદેશી 'સિલેક્ટિવ કેટાલિસ્ટ રિએક્ટર (SCR)' ના પ્રથમ સેટનું ઉત્પાદન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

  • જાહેર ક્ષેત્રની એન્જિનિયરિંગ કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા 'સિલેક્ટિવ કેટાલિસ્ટ રિએક્ટર' (SCR) નું  ઉત્પાદન કંપનીને થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી NOx ઉત્સર્જનને મર્યાદિત કરવામાં મદદ કરશે. 
  • હાલમાં દેશમાં સિલેક્ટિવ કેટાલિસ્ટ રિએક્ટર્સ (SCR)ની બહારથી આયાત કરવામાં આવે છે. 
  • તેલંગાણામાં પાંચ x 800 મેગાવોટ યાદદરી થર્મલ પાવર સ્ટેશન માટે બેંગલુરુમાં કંપનીના સોલાર બિઝનેસ ડિવિઝનમાંથી સ્વદેશી SCR ઉત્પ્રેરકના પ્રથમ સેટને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. 
  • કોલસાનું દહન નાઈટ્રોજનને નાઈટ્રિક ઑકસાઈડ (NO), નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2) અને નાઈટ્રસ ઑકસાઈડ (N2O) જેવા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે આ ઉત્પાદનોને સામૂહિક રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) કહેવામાં આવે છે.  તેઓ પ્રદૂષણ ફેલાવે છે.
  • NOxની લાંબા ગાળાની ગંભીર અસરો અંગે પર્યાવરણ અને વન મંત્રાલયની સૂચનાને ધ્યાનમાં લઈને, તેલંગાણા સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડે પાંચ x 800 મેગાવોટના યાદદ્રી થર્મલ પાવર સ્ટેશન માટે SCR ઉત્પાદન માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો.
BHEL Achieves Milestone in Curbing NOx Emissions

Post a Comment

Previous Post Next Post