- તેમણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), નેશનલ એરોનોટિકલ લેબોરેટરી અને ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરીમાં મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા હતા.
- તેઓ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વડા રહી ચૂક્યા છે.
- તેઓ વર્ષ 1982-92 સુધી સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા.
- તેઓને વર્ષ 2015 માં, અરુણાચલમને વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે DRDOનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- તેઓને એન્જિનિયરિંગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તેમના યોગદાન બદલ વર્ષ 1980માં શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ, વર્ષ 1985માં પદ્મ ભૂષણ અને વર્ષ 1990માં પદ્મ વિભૂષણ (1990) એનાયત કરવામાં આવ્યા હતા.