- તેઓનો જન્મ 17 જુલાઈ, 1949ના રોજ અવિભાજિત આંધ્ર પ્રદેશમાં હૈદરાબાદમાં થયો હતો.
- તેઓએ વર્ષ 1965-75 સુધી ફૂટબોલ ક્ષેત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- તેઓ વર્ષ 1970માં બેંગકોકમાં ખાતેની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમ અને મર્ડેકા ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવનાર ટીમનો ભાગ હતા.
- તેઓએ 35 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેઓએ 11 ગોલ કર્યા હતા.
- તેઓ તેમના ચપળ ફૂટવર્ક માટે જાણીતા હતા ઉપરાંત તેઓ કોલકાતામાં 'બડે મિયાં' અને 'ભારતીય પેલે' તરીકે જાણીતા હતા.
- તેઓ 17 વર્ષની ઘરેલું કારકિર્દીમાં કોલકાતા ક્લબ - પૂર્વ બંગાળ, મોહન બાગાન અને મોહમેડન સ્પોર્ટિંગ ક્લબ એમ ત્રણ મોટી કલબ સાથે કામ કર્યું છે.
- વર્ષ 1980માં અર્જુન એવોર્ડથી નવાજવામાંઆવ્યા હતા.
- તેઓને 2016માં પૂર્વ બંગાળ ભારત ગૌરવ પુરસ્કાર અને વર્ષ 2018માં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રથમ વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડી તરીકે બંગા વિભૂષણ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
- ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ તેઓએ ટાટા ફૂટબોલ એકેડમી (TFA) ના કોચ અને પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ભારતીય ફૂટબોલ એસોસિએશન એકેડમીના મુખ્ય કોચ તરીકે કાર્ય કર્યું હતું.