- WHO દ્વારા જાહેર આરોગ્ય સમસ્યા તરીકે ટ્રેકોમાને સફળતાપૂર્વક દૂર કરનાર 18મા દેશ તરીકે ઈરાકને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી.
- ઇરાક આ રોગ દૂર કરનાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પૂર્વ મધ્યનો પાંચમો દેશ બન્યો.
- ઉપરાંત WHO દ્વારા ઇરાકને વૈશ્વિક સ્તરે Neglected Tropical Disease (NTD) નાબૂદ કરનાર 50મા દેશ તરીકે સ્વીકારવામાં આવ્યું.
- ટ્રેકોમા ચેપી બેક્ટેરિયલ આંખનો ચેપ છે જે બેક્ટેરિયમ ક્લેમીડિયા ટ્રેકોમેટિસને કારણે થાય છે તે મુખ્યત્વે આંખની સપાટી અને પોપચાની અંદરના ભાગને અસર કરે છે.
- આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિઓની આંખ અથવા અનુનાસિક સ્ત્રાવના સંપર્ક દ્વારા, ચેપગ્રસ્ત કપડાં અને માખીઓ દ્વારા, ટુવાલ કે કપડાં જેવી ચેપગ્રસ્ત વસ્તુઓ દ્વારા પ્રસારિત થાય છે.
- સમય જતાં આ આંખની પાંપણોને અંદરની તરફ ધકેલવાનું કારણ બને છે ટ્રેકોમાના આ સ્વરૂપને ટ્રાઇચીઆસિસ (trachomatous trichiasis) કહેવામાં આવે છે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો ટ્રાઇકિયાસિસ અંધત્વ તરફ દોરી શકે છે.
- ટ્રેકોમાને જાહેર આરોગ્ય સમસ્યા તરીકે દૂર કરનાર અન્ય 17 દેશોમાં બેનિન, કંબોડિયા, ચીન, ધ ગામ્બિયા, ઘાના, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન, લાઓ ડેમોક્રેટિક રિપબ્લિક, માલાવી, માલી, મેક્સિકો, મોરોક્કો, મ્યાનમાર, નેપાળ, ઓમાન, સાઉદી અરેબિયા, ટોગો અને વનુઆતુનો સમાવેશ થાય છે.