- આ સિરીઝ એશિયન ગેમ્સની તૈયારી કરી રહેલા ખેલાડીઓના જીવન પર આધારિત છે જે 'Cheer4India' અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી છે.
- આ સીરીઝનો ઉદ્દેશ્ય હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ ફેલાવવાનો છે.
- આગામી સપ્તાહમાં SAI દ્વારા કુલ 12 શોર્ટ ફિલ્મો રજૂ કરવામાં આવશે.
- આ પહેલનો ઉદ્દેશ્ય એશિયન ગેમ્સ 2023માં ભાગ લેનારા એથ્લેટ્સને માત્ર પ્રેરિત કરવાનો જ નથી પરંતુ દેશના યુવાનોને રમતગમતને અપનાવવા અને તેમા કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
- આ શ્રેણીના પ્રથમ એપિસોડનું પણ અનાવરણ કરવામાં આવ્યું જેમાં સ્ટાર ભારતીય એથ્લેટ નીરજ ચોપરાના જીવનની ઝલક આપવામાં આવી હતી.
- Sports Authority of India (SAI) એ ભારતની સર્વોચ્ચ રાષ્ટ્રીય રમત સંસ્થા છે. જેની સ્થાપના વર્ષ 1984માં ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા ભારતમાં રમતગમતના વિકાસ માટે કરવામાં આવી હતી.
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે 2 સ્પોર્ટ્સ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ, 11 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા રિજનલ સેન્ટર્સ (SRC), 14 સેન્ટર્સ ઑફ એક્સલન્સ (COE/COX), 56 સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર્સ (STCs) અને 20 સ્પેશિયલ એરિયા સ્પોર્ટ્સ (SAGs) છે.
- વધુમાં SAI નેતાજી સુભાષ હાઈ એલ્ટિટ્યુડ ટ્રેનિંગ સેન્ટર (શિલારુ, હિમાચલ પ્રદેશ),ઈન્દિરા ગાંધી અખાડા, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, SPM સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સ તેમજ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમનું પણ સંચાલન કરે છે.