- જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અને ISRO દ્વારા આગામી ચંદ્ર મિશન 'લુનર પોલર એક્સપ્લોરેશન મિશન' (LUPEX) માટે ભાગીદારી કરવામાં આવી છે.
- JAXA અને ISRO અનુક્રમે રોવર અને લેન્ડર વિકસાવી રહ્યા છે.
- JAXA અનુસાર, LUPEX મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ટકાઉ પ્રવૃત્તિઓ માટે આધાર સ્થાપિત કરવા, ચંદ્રની સપાટી પર જળ સંસાધનોની ઉપલબ્ધતા અંગેની માહિતી મેળવવા અને ચંદ્ર અને ચંદ્ર વાહન પ્રણાલી વિકસાવવા માટે અનુકૂળ ધ્રુવીય પ્રદેશોની શોધ કરવાની શક્યતા શોધવાનો છે.
- વર્ષ 2025માં LUPEX મિશન મોકલવાની યોજના છે.
- જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ની સ્થાપના 1 ઓક્ટોબર 2003 થઈ હતી અને તેનું હેડક્વાર્ટર જાપાનના ચોફુ, ટોક્યોમાં આવેલ છે.
- નેશનલ સ્પેસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક બેંગલુરુ (કર્ણાટક)માં છે. તેની સ્થાપના 15 ઓગસ્ટ, 1969ના રોજ કરવામાં આવી હતી.