નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ 2022 શ્રેષ્ઠ શહેર તરીકે ઈન્દોરને પ્રથમ સ્થાન મળ્યું.

  • કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શ્રેષ્ઠ કામ કરવા બદલ ઈન્દોરને શ્રેષ્ઠ સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે. 
  • ઇન્દોરની સાથે મધ્યપ્રદેશમાંથી, ભોપાલ, જબલપુર, ગ્વાલિયર અને સાગરને પણ એવોર્ડ મળ્યા.
  • ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઈન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.
  • કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢે પ્રથમ સ્થાન મેળવ્યું છે. 
  • શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં તમિલનાડુ બીજા અને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.
  • શ્રેષ્ઠ શહેરની શ્રેણીમાં ઈન્દોર પછી બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે આગ્રા રહ્યું.
  • આ સિવાય બિલ્ટ એન્વાયર્નમેન્ટ કેટેગરી માટે કોઈમ્બતુરના મોડલ રોડ્સ એન્ડ લેક્સ રિસ્ટોરેશન પ્રોજેક્ટને ટોચનું સ્થાન આપવામાં આવ્યું.
  • ઇકોનોમી કેટેગરી માં જબલપુરના ઇન્ક્યુબેશન સેન્ટર પ્રોજેક્ટને તેની આર્થિક અસર માટે ટોચનું સ્થાન આપવામાં આવ્યું હતું.
  • મોબિલિટી કેટેગરીમાં ચંડીગઢની સાર્વજનિક બાઇક-શેરિંગ પહેલ મોબિલિટી કેટેગરીમાં આગળ છે.
  • ગવર્નન્સ કેટેગરીમાં  ચંદીગઢ ગવર્નન્સ કેટેગરીમાં પણ શ્રેષ્ઠ છે, ખાસ કરીને ઈ-ગવર્નન્સ સેવાઓમાં પ્રથમ સ્થાને રહ્યું.
  • કેન્દ્રશાસિત પ્રદેશ કેટેગરીમાં ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ્સમાં ચંદીગઢને સર્વશ્રેષ્ઠ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાનો એકંદર પુરસ્કાર મળ્યો.
  • કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂન 2015ના રોજ 'સ્માર્ટ સિટી મિશન' શરૂ કરવામાં આવ્યું હતું  તેનો હેતુ શહેરોમાં નાગરિકોને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણ, ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાનો છે.
  • દેશમાં શહેરી વિકાસની પદ્ધતિમાં પરિવર્તન લાવવા માટે આ પ્રોજેક્ટ હેઠળ 100 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • સ્માર્ટ સિટી મિશનના કુલ પ્રોજેક્ટ્સમાંથી રૂ. 1,10,635 કરોડના 6,041 (76%) પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.
  • સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2022ની વિવિધ કેટેગરીમાં દેશના વિવિધ શહેરોમાંથી કુલ 845 એન્ટ્રીઓ કેન્દ્ર સુધી પહોંચી હતી આમાંથી 66 શહેરોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
  • આ સ્માર્ટ સિટી સ્પર્ધામાં, ઇન્દોર અન્ય છ કેટેગરીમાં પણ એવોર્ડ મેળવીને સૌથી વધુ પુરસ્કૃત સ્ટાર સિટી તરીકે આગળ રહ્યું.
Indore wins Best Smart City award

Post a Comment

Previous Post Next Post