- સુપ્રીમ કોર્ટે મહિલાઓ વિરુદ્ધ હિંસાના કેસોની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની દેખરેખ માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DGP દત્તા પડસાલગીકરની નિમણૂક કરી છે.
- સુપ્રીમ કોર્ટે બહારના રાજ્યોના પોલીસ અધિકારીઓને પણ તપાસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે. મણિપુરની બહારના ઓછામાં ઓછા 5 ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ સીબીઆઈની ટીમ સાથે સંકળાયેલા હશે જે મહિલાઓ વિરુદ્ધ હિંસાની તપાસ કરશે.
- 42 SIT ની રચના કરવામાં આવી છે તેની તપાસની દેખરેખ ડીઆઇજી રેંકના અધિકારીને સોપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તરની એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠીત કમિટીમાં જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગિતા મિત્તલ, દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ આશા મેનન અને બોમ્બે હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શાલિની પનસાકર જોશીનો સમાવેશ કરાયો છે.