કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા શાળા શિક્ષણ માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) બહાર પાડવામાં આવ્યું.

  • નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા આ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) બહાર પાડવામાં આવ્યું.
  • રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF)ના કારણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ના નિયમો હેઠળ બનેલ છે જેના દ્વારા શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવશે.
  • NCF હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધોરણ 3 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લેન્ડસ્કેપને પુન: આકાર આપવામાં આવશે જેમાં, ભાષા શિક્ષણ, વિષયનું માળખું, મૂલ્યાંકન વ્યૂહરચના અને પર્યાવરણીય શિક્ષણમાં ફેરફારોનો સમાવેશ થાય છે.  
  • શાળા શિક્ષણના સંદર્ભમાં, નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 દ્વારા 10+2 સિસ્ટમને દૂર કરી 5+3+3+4 સિસ્ટમ, અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રમાં વિવિધ તબક્કામાં ફેરફાર કરવામાં આવશે. 
  • આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ શાસ્ત્ર સહિત અભ્યાસક્રમમાં સકારાત્મક ફેરફારો દ્વારા NEP 2020માં પરિકલ્પના મુજબ ભારતની શાળા શિક્ષણ પ્રણાલીમાં સકારાત્મક પરિવર્તન કરવામાં મદદ કરવાનો  અને ભારતના બંધારણ દ્વારા પરિકલ્પિત સમાન, સર્વસમાવેશક અને બહુલવાદી સમાજની અનુભૂતિને અનુરૂપ તમામ બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવાનો છે.
  • આ નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં ઘણા વિષયો શીખવવા ઉપરાંત વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ અને ધોરણ 12 માં સેમેસ્ટર સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.  
  • NCFમાં વર્ગખંડોમાં બાળકો માટે બેઠક વ્યવસ્થા, શાળાઓમાં એસેમ્બલી, ગણવેશ, ભાષા અને સાંસ્કૃતિક જોડાણ જેવા અન્ય વિષયોમાં ફેરફારનો પણ સમાવેશ થાય છે.
  • NCF મુજબ, સેકન્ડરી સ્ટેજને 9મા, 10મા, 11મા અને 12મા ક્લાસ એમ ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓએ 8-8 ગ્રુપમાં કુલ 16-16 પેપર આપવાના રહેશે.  
  • 11-12માના ભાગોને એકસાથે જોડવામાં આવશે  જેમાં વિદ્યાર્થીઓએ બે વર્ષ દરમિયાન 16 વિષયોમાંથી દરેક જૂથના બે વિષયોનો અભ્યાસ કરવાનો રહેશે.
  • ધોરણ 11,12માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ પુરતી મર્યાદિત રહેશે નહીં, વિદ્યાર્થીઓને પસંદગીમાં સુગમતા મળશે.
  • તમામ 16 પેપર પૂર્ણ કર્યા પછી 12મા ધોરણનું પ્રમાણપત્ર આપવામાં આવશે.  
  • આ જ પેટર્ન 9મા અને 10માની પરીક્ષામાં પણ હશે.
  • વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે તથા વર્ગમાં પાઠ્યપુસ્તકોને 'કવર' કરવાની વર્તમાન પ્રથા ટાળવામાં આવશે.
  • પાઠ્યપુસ્તકોની કિંમત પણ ધ્યાનમાં લેવામાં આવશે.
  • શાળા બોર્ડ યોગ્ય સમયે 'ઓન ડિમાન્ડ' ટેસ્ટ ઓફર કરવાની ક્ષમતા વિકસાવશે.
National Curriculum Framework for School Education 2023

Post a Comment

Previous Post Next Post