સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 'Bharat: Mother Of Democracy - ભારત: લોકશાહીની માતા' શીર્ષક ધરાવતા ઓનલાઈન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ પોર્ટલમાં સિંધુ-સરસ્વતી સંસ્કૃતિથી લઈને વર્ષ 2019 સુધી 7,000 વર્ષોમાં ફેલાયેલા ભારતમાં લોકશાહીના સમૃદ્ધ ઈતિહાસનું વર્ણનનો ડિજિટલ પ્રદર્શન તરીકે સમાવેશ કરવામાં આવ્યો.
  • વૈશ્વિક પ્રેક્ષકો તેની સામગ્રીને ઍક્સેસ કરી શકે તે માટે 16 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેમાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, અરબી, પોર્ટુગીઝ, ઇટાલિયન, ટર્કિશ, રશિયન, અંગ્રેજી અને હિન્દીનો સમાવેશ થાય છે.
  • પોર્ટલમાં મુખ્ય પાંચ વિભાગ અને તે દરેકમાં 22 પેટા-વિભાગો છે આ વિભાગો ભારતની લોકશાહી યાત્રાના વિવિધ યુગ અને પાસાઓને સમાવે છે જેમાં (1) સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ (6000-2000 BCE) (2) મહાજનપદ અને ગણતંત્ર (7-8 BCE) (3) વિજયનગર સામ્રાજ્ય (14-16 સદી) (4) મુઘલ સમ્રાટ અકબર શાસન (1556-1605) (5) ભારતનું બંધારણ (1947) (6) આધુનિક ભારતમાં ચૂંટણીઓ (1952 આગળ) (7) ક્યુરેટોરિયલ નિપુણતાનો સમાવેશ થાય છે.
  • આ પોર્ટલની માહિતીને  Indira Gandhi National Centre for the Arts (IGNCA) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
Bharat The Mother of Democracy

Post a Comment

Previous Post Next Post