- આ મેળો આગામી 18 થી 20 સપ્ટેમ્બર 2023 દરમ્યાન યોજાનાર છે.
- તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામના ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર પાસે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે
- આ મેળો ત્રણ દિવસ માટે રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ભવ્ય પશુપ્રદર્શન હરીફાઇનું મહત્વ ધરાવે છે. જેમાં આ વર્ષે ગીર, કાંકરેજ ગાયવર્ગ અને જાફરાબાદી, બન્ની ભેંસવર્ગના શુધ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ અપાશે.
- પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઈ યોજી વિજેતા પશુઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન કેટેગરીમાં ઈનામો અપાશે.
- દરેક વર્ગ પૈકી કોઈ પણ એક વર્ગમાંથી એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુને 'ચેમ્પિયન ઓફ ધ શો’નું ઈનામ આપવામાં આવશે.
- તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ જેને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું.
- તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે જે મુજબ દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ કરવામાં આવ્યો હતો.
