18મી G20 બેઠક ભારતના નવી દિલ્હી ખાતે શરૂ થઈ.

 • આ સમિટ 9 - 10 સપ્ટેમ્બર 2023ની વચ્ચે ભારત મંડપમ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર, પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં યોજાઈ રહી છે.  
 • તે ભારતમાં તેમજ દક્ષિણ એશિયામાં આયોજિત પ્રથમ G20 સમિટ છે. 
 • ભારત 1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી G20 નું પ્રમુખપદ ધરાવે છે.
 • વર્ષ 2022ની બાલી સમિટ દરમિયાન આ પ્રમુખપદ ઈન્ડોનેશિયા દ્વારા ભારતને સોપવામાં આવ્યું હતું.
 • ભારતની G20 અધ્યક્ષતા થીમ 'વસુધૈવ કુટુમ્બકમ' થીમ પર કેન્દ્રિત છે, જેનો અનુવાદ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' થાય છે.
 • G2 2023માં ભારત દ્વારા છ એજન્ડા પર ચર્ચાની પ્રાથમિકતાઓ રજૂ કરવામાં આવી છે જેમાં 1) ગ્રીન ડેવલપમેન્ટ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને લાઇફ 2) ઝડપી, સમાવેશી અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ, 3) SDGs પર પ્રગતિને વેગ આપવી 4) ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશન અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5) 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાઓ 6) મહિલાઓના નેતૃત્વમાં વિકાસનો સમાવેશ થાય છે.
 • G20 સમિટનું આયોજન મૂળરૂપે ભારત 2021માં અને ઈટલી 2022માં કરનાર હતા.
 • આર્જેન્ટિનામાં 2018 G20 બ્યુનોસ આયર્સ સમિટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે વર્ષ 2022માં આ સમિટની અધ્યક્ષતા ભારતને સોંપવા અને પોતે વર્ષ 2021ની અધ્યક્ષતા સંભાળવા માટે ઇટાલીને  વિનંતી કરવામાં આવી હતી. જે સબબ ઇટાલી દ્વિપક્ષીય સંબંધોમાં વેગને કારણે 2022 માં ભારતને G20 સમિટનું આયોજન કરવા દેવા માટે સંમત થયું હતું.
 • વર્ષ 2023માં ઈન્ડોનેશિયા દ્વારા આ સમિટનું આયોજન કરવાનું હતું પરંતુ ઇન્ડોનેશિયા 2023 માં દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (ASEAN) ની અધ્યક્ષતા પર કરનાર હોવાથી આંતરિક સમજૂતી દ્વારા ભારતે ઇન્ડોનેશિયા સાથે G20ના પ્રમુખપદ વર્ષ 2023 માટે અદલાબદલી કરી હતી.
 • ભારત સરકાર દ્વારા બજેટમાં G20 ઇવેન્ટ માટે રૂ.990 કરોડ (~120 મિલિયન USD) ફાળવવામાં આવ્યા છે.
 • ઉપરાંત ઇવેન્ટની સુરક્ષા માટે દિલ્હી પોલીસના 80,000 પોલીસ અધિકારીઓ સહિત 130,000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
 • ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતમાં યોજનાર આ સમિટમાં ગેરહાજર રહ્યા છે. 
 • ભારત ખાતે આયોજિત જી-20 શિખર સંમેલનમાં નવી દિલ્હી ઘોષણાપત્ર પર સહમતી દર્શાવાઇ જેમાં મજબૂત, ટકાઉ અને સંતુલિત વિકાસ, SDGની પ્રગતિમાં ઝડપ લાવવી, સતત ભવિષ્ય માટે હરિત વિકાસ સમજૂતી, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાન, ટેક્નિકલ પરિવર્તન, ડિજિટલ સાર્વજનિક માળખું, ઇન્ટરનેશનલ ટેક્સેશન, લૈંગિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ, નાણાકીય મુદ્દાઓ, આતંકવાદ અને મની લોન્ડરિંગ સામે પગલા તેમજ વધુમાં વધુ સમાવેશી વિશ્વનું નિર્માણ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ છે.
 • G20 સમિટના પ્રારંભિક સત્ર દરમિયાન, આફ્રિકન યુનિયન (AU) G20માં ને કાયમી સભ્ય તરીકે જોડાયું જે આ સંસ્થાનું 21મું સભ્ય બન્યું છે.
 • આફ્રિકન યુનિયનમાં આફ્રિકા ખંડના 55 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.
 • G20 સમિટમાં અમેરિકા, ભારત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને યુરોપીયન યુનિયન વચ્ચે ઐતિહાસિક India-Middle East-Europe Economic Corridor કરાર પર પણ હસ્તાક્ષર કરાયા છે.

G20 વિશે.

 • G20 સંગઠનની સ્થાપના 26 સપ્ટેમ્બર, 1999ના રોજ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક અને વિકાસશીલ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થઇ હતી.
 • આ સંગઠનમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીયન યુનિયનનો સમાવેશ થાય છે.
 • ચાલુ વર્ષે જ આફ્રિકન યુનિયનને પણ આ સંગઠનમાં સ્થાયી સદસ્ય તરીકે સદસ્યતા આપવામાં આવી છે.
 • G20 સંગઠનના સંમેલનની અધ્યક્ષતા માટે વર્ષ 2010થી એક પદ્ધતિ અપનાવાઇ છે જેના મુજબ સદસ્ય દેશોને પાંચ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે જેમાં દરેક ગ્રૂપમાં રહેલ દેશો પોતાનામાંથી એક દેશને અધ્યક્ષ તરીકે નક્કી કરે છે.
 • વર્ષ 2011થી G20 સમૂહની બેઠક દર વર્ષે મળે છે.
 • G20નું વર્ષ 2023નું શિખર સંમેલન ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે યોજાયું છે જેમાં ભારતે બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇઝીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને સંયુક્ત રાષ્ટ્ર અમીરાતના રાષ્ટ્રપ્રમુખોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે.
 • સ્પેન આ સંસ્થાનું સ્થાયી અતિથિ છે જે દર વર્ષે આ સંગઠનના શિખર સંમેલનમાં આમંત્રિત હોય છે.
 • આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વિશ્વ બેંક, ASEAN, Financial Stability Board (FSB), International Labour Org. (ILO), International Monetary Fund (IMF), AUDA-NEPAD, OECD, World Health Org. (WHO) તેમજ World Trade Org. (WTO) વગેરે સંસ્થાઓ પણ કાયમી આમંત્રિત હોય છે.
G20 Summit 2023

Post a Comment

Previous Post Next Post