કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયાના મર્જરને મંજૂરી આપવામાં આવી.

  • ટાટા SIA એરલાઇન્સ ભારતમાં વિસ્તારા નામની એરલાઇન ચલાવે છે તે ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન વચ્ચેનું સંયુક્ત સાહસ છે.  
  • આ સાથે CCI દ્વારા સિંગાપોર એરલાઈન્સને દ્વએર ઈન્ડિયામાં કેટલાક શેર ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી.  
  • વિસ્તારા અને એર ઈન્ડિયા ટાટા જૂથનો ભાગ છે અને સિંગાપોર એરલાઈન્સ વિસ્તારામાં 49 ટકા હિસ્સો ધરાવે છે.  
  • ગયા વર્ષે નવેમ્બરમાં ટાટા ગ્રુપ દ્વારા એક ડીલ હેઠળ વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  
  • આ ભાગીદારીમાં ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ (TSPL), એર ઈન્ડિયા લિમિટેડ, ટાટા SIA એરલાઈન્સ લિમિટેડ (TSAL) અને સિંગાપોર એરલાઈન્સ લિમિટેડ છે.  
  • આ ડીલ બાદ એર ઈન્ડિયા દેશની સૌથી મોટી ઈન્ટરનેશનલ એરલાઈન અને બીજી સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન બનશે.
  • આ કંપનીની રચના નવેમ્બર 2013માં થઈ હતી.  વિસ્તારા એરલાઈન્સે જાન્યુઆરી 2015માં તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી. 
CCI clears Air India-Vistara merger

Post a Comment

Previous Post Next Post