રાષ્ટ્રપતિ દ્વારા GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી.

  • ઉલ્લેખનીય છે કે દિનેશ દાસા GPSCના ચેરમેન તરીકે વર્ષ 2022ના જાન્યુઆરીમાં નિવૃત્ત થયા હતાં.
  • UPSC સ્થાપનાની જોગવાઇ ભારતના બંધારણના ભાગ XIVમાં શીર્ષક 'Services Under the Union and the States' હેઠળ છે.
  • 1 ઓક્ટોબર 1926ના રોજ 'Public Service Commission' તરીકે સ્થપાયેલ, પાછળથી તેનું ભારત સરકારના અધિનિયમ 1935 દ્વારા 'Federal Public Service Commission' તરીકે પુનઃગઠન કરવામાં આવ્યું અને આઝાદી પછી 'Union Public Service Commission' નામ આપવામાં આવ્યુ.
  • આ સંસ્થા ભારત સરકાર હેઠળના તમામ ગ્રુપ 'A' અધિકારીઓની ભરતી માટે ભારતની અગ્રણી કેન્દ્રીય ભરતી  માટે જવાબદાર એજન્સી છે.
  • બંધારણીય સત્તા પ્રમાણે UPSC એ ઉચ્ચ ન્યાયતંત્ર અને તાજેતરમાં ચૂંટણી પંચની જેમ સ્વાયત્ત અને સ્વતંત્રત એકમ તરીકે કાર્ય કરે છે. 
  • કમિશનનું મુખ્ય મથક નવી દિલ્હીમાં ધોલપુર હાઉસ ખાતે છે અને તે તેના સચિવાલય દ્વારા કાર્ય કરે છે. 
  • કમિશનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા અધ્યક્ષ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે જેમાં અધ્યક્ષ સહિત 9 થી 11 સભ્યોની જોગવાઇ છે.
  • દરેક સભ્ય છ વર્ષની મુદત માટે અથવા તે 65 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે.
  • કમિશનના ચેરમેન અને સભ્યોની સેવાના નિયમો અને શરતો  Union Public Service Commission (Members) Regulations, 1969 દ્વારા સંચાલિત થાય છે.
  • હાલમાં ડૉ. મનોજ સોની 5 એપ્રિલ 2022 થી UPSC ના અધ્યક્ષ છે.
Dinesh Dasa appointed member of UPSC


Post a Comment

Previous Post Next Post