- ગેબોનના સૈન્ય અધિકારીઓ દ્વારા બળવાને પગલે રાષ્ટ્રપતિ અલી બોન્ગોને નજરકેદ કરવામાં આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગેબોનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં રાષ્ટ્રપતિ અલી બોંગોને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
- રાષ્ટ્રપતિ બોંગોનને 2009માં તેમના પિતા ઓમર પાસેથી સત્તા વારસામાં મળી હતી. તેઓ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા.
- સેનાએ કહ્યું કે આ ચૂંટણીમાં પારદર્શિતા ન આ બળવો કરવામાં આવ્યો છે.
- વર્ષ 2020 પછી પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના કોઈ દેશમાં આ આઠમો બળવો છે. અગાઉ આ વર્ષે જુલાઈમાં નાઈજરમાં બળવો થયો હતો.
- પશ્ચિમ મધ્ય આફ્રિકન દેશ ગેબનની રાજધાની લિબ્રેવિલે છે.