- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ફાર્માસ્યુટિકલ અને મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા ‘પ્રમોશન ઓફ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઇન ફાર્મા-મેડટેક સેક્ટર (PRIP) નામની મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરવામાં આવી.
- આ યોજનાનું નામ 'Scheme for Promotion of Research and Innovation in Pharma-Medtech Sector (PrIP)' જે સપ્ટેમ્બરમાં શરૂ થશે અને તેનો સમયગાળો 2023-24 થી 2027-28 સુધી પાંચ વર્ષનો હશે.
- આ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ક્ષમતા વધારવાનો અને સંશોધનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને દવાની શોધ અને વિકાસને વેગ આપવા, ઉદ્યોગ અને શિક્ષણવિભાગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો અને હાલની નીતિઓમાં ફેરફાર કરીને સંશોધન સંસાધનોને શ્રેષ્ઠ બનાવવાનો છે.
- આ યોજનામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER) ને સમર્પિત ભંડોળ અને ખાનગી ક્ષેત્રને સમર્થન આપવામાં આવશે.