- ગુજરાતના કાકરાપાર ખાતે ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત 700 મેગાવોટનો પરમાણુ પાવર પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત કરવામાં આવ્યો છે.
- કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ (KAPP) ના રિએક્ટરનું 30 જૂનના રોજ કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે અત્યાર સુધી તેની ક્ષમતાના 90 ટકા પર કાર્યરત હતું જે હવે સંપૂર્ણ કાર્યરત થયું છે.
- ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) કાકરાપારમાં બે 700 મેગાવોટના પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR)નું નિર્માણ કરી રહી છે.દરેક 220 મેગાવોટના બે પાવર પ્લાન્ટ પણ છે.
- વધુમાં, NPCIL સમગ્ર દેશમાં સોળ 700 MW PHWR બનાવવાની યોજના ધરાવે છે તેમાંથી એક રાજસ્થાનમાં રાવતભાટા (RAPS 7 અને 8) અને હરિયાણામાં ગોરખપુર (GHAVP 1 અને 2) ખાતે 700 મેગાવોટના પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.
- ઉપરાંત, સરકાર દ્વારા હરિયાણાના ગોરખપુર, મધ્ય પ્રદેશમાં ચુટકા, રાજસ્થાનમાં માહી બાંસવારા અને કર્ણાટકમાં કૈગા ખાતે અન્ય ચાર સ્થળોએ ફ્લીટ મોડમાં 10 સ્વદેશી રીતે વિકસિત PHWR ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.