- તેઓની જાણીતી પુસ્તકોમાં 'Karma Cola', 'Snake and Ladders', 'A River Sutra', 'Raj' and 'The Eternal Ganesha' જેવા પુસ્તકોની સમાવેશ થાય છે.
- તેમણે યુકે, યુરોપીયન અને અમેરિકન નેટવર્ક માટે ઓછામાં ઓછી 14 ટેલિવિઝન ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું.
- વર્ષ 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પર આધારિત તેમની ફિલ્મ 'ડેટલાઈન બાંગ્લાદેશ' ભારત અને વિદેશમાં બંને થિયેટરોમાં બતાવવામાં આવી હતી.
- તેઓના પુસ્તકોનો 21 ભાષાઓમાં અનુવાદ થયો છે અને તે યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં બેસ્ટ સેલર લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે તેઓને વર્ષ 2019માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા તે સ્વીકારવામાં આવ્યો ન હતો.
- તેઓ બીજુ પટનાયકની પુત્રી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બહેન હતા.