કેન્દ્ર સરકાર દ્વારા 'એક દેશ-એક ચૂંટણી' યોજવા બાબતે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી.

  • આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે ઉપરાંત આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ, ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ સી કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારીનો સમાવેશ થાય છે. 
  • કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકોમાં વિશેષ આમંત્રિત તરીકે હાજરી આપશે.  
  • આ સમિતિની રચના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી છે. 
Government constitutes 8 member committee to examine One nation One election

Post a Comment

Previous Post Next Post