કચર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ઓન્કોલોજિસ્ટ આર. રવિ કન્નન 2023નો રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદગી પામ્યા.

  • તેમને આસામમાં લોકો-કેન્દ્રિત અને ગરીબ તરફી આરોગ્યસંભાળ દ્વારા કેન્સરની સારવારમાં ક્રાંતિ બદલ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા.
  • ડૉ. કન્નન મૂળ તામિલનાડુના વતની છે, તેઓ વર્ષ 2007થી તેઓ કચર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના(CCHRC)ના ડિરેક્ટર બન્યા હતા.
  • તેઓના નેતૃત્વમાં હોસ્પિટલ દ્વારા ગરીબ કેન્સર દર્દીઓને માટે મફત સારવાર, ખોરાક અને રહેવાની વ્યવસ્થા, સંભાળ રાખનારાઓ માટે તદર્થ રોજગાર અને હોમકેર પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યા.
  • ઉપરાંત હોસ્પિટલ ટીમના સભ્યોએ પરિવારના સભ્યોને ઘરે જઈને સારવાર પૂરી પાડવાનું શરૂ કરવામાં.આવ્યું જેથી સારવારમાં દર્દી અનુપાલન દર 28% થી વધીને 70% થયો.
  • CCHRC દ્વારા હવે વાર્ષિક સરેરાશ 5,000 નવા દર્દીઓને મફત અથવા સબસિડીવાળી કેન્સર કેર સારવાર પૂરી પાડે છે, લગભગ 20,000 ગરીબ દર્દીઓને સારવાર અને ફોલો-અપ્સ સારવાર આપવામાં આવે છે.
Oncologist R Ravi Kannan wins Ramon Magsaysay Award 2023

Post a Comment

Previous Post Next Post