- તેનો ઉદ્દેશ્ય ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો દ્વારા વૈશ્વિક દક્ષિણમાં ભાગીદાર દેશો સાથે ભારતના વિકાસના અનુભવો, શ્રેષ્ઠ પ્રથાઓ અને કુશળતાની વહેંચણીને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.
- ન્યૂયોર્કમાં 23 સપ્ટેમ્બરે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની હાજરીમાં 'India-UN for the Global South-Delivering for Development' નામના કાર્યક્રમમાં આ પહેલની જાહેરાત કરવામાં આવી હતી.
- આ પહેલ 'India’s UN Development Partnership Fund'ના રૂપમાં ભારત-યુએન ભાગીદારીને પણ પૂરક બનાવે છે, જેણે છેલ્લા છ વર્ષમાં 61 દેશોમાં 75 વિકાસ પ્રોજેક્ટ્સ વિકસાવ્યા છે.
- આ પહેલ હેઠળ યુએન ઈન્ડિયા ટીમ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની રચના કરવામાં આવી છે.
- આ પહેલ દ્વારા G20 એક્શન પ્લાન સહિત ભારતના G20 અધ્યક્ષપદના વિકાસના ઉદ્દેશ્યોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉદ્દેશ્યોમાં મુખ્ય પ્રાથમિકતાઓમાં ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (Sustainable Development Goals (SDGs)) હાંસલ કરવાની દિશામાં પ્રગતિને વેગ આપવો, તકનીકી પરિવર્તનને પ્રોત્સાહન આપવું અને ડિજિટલ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.