ગુજરાતના જામનગર જિલ્લાનાં ખીજડીયા ગામને બેસ્ટ ટુરીઝમ વિલેજ 2023 નો એવોર્ડ મળ્યો.

  • ભારત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા જે અંતર્ગત આ વર્ષે દેશના 28 રાજ્યનાં કુલ 850 થી વધુ ગામડાઓના સર્વે કરી 35 ગામડાને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
  • જે અંતર્ગત જામનગર જિલ્લાનાં ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ 2023 નો એવોર્ડ પ્રાપ્ત થયો.
  • ઉલ્લેખનીય છે કે ખીજડીયા પક્ષી અભ્યારણ્યને કારણે ખીજડીયા ગામનો હેરીટેજ વિલેજમાં સમાવેશ કરવાની પ્રપોઝલનાં પરીણામ સ્વરૂપ ખીજડીયા ગામને સરકાર દ્વારા ટુરીઝમ વિલેજની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું. 
  • ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અમિતાભ બચ્ચન અભિનિત 'ખુશ્બ ગુજરાત કી’ એડ કેમ્પેઇન અંતર્ગત પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયું હતું.
Khijdia village of Jamnagar district of Gujarat received the Best Tourism Village 2023 award.

Post a Comment

Previous Post Next Post