- રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા 12 સપ્ટેમ્બર 2023ના રોજ જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.
- પૂર્વી લદ્દાખના મહત્વપૂર્ણ ન્યોમા (Nyoma) પટ્ટામાં Border Roads Organisation (BRO) દ્વારા નવા એરફિલ્ડના નિર્માણ પર કુલ 218 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
- પૂર્વી લદ્દાખમાં ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ ચીન સાથેની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સૈનિકો અને સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે.