- બુકર પ્રાઇઝ 2023 નિર્ણાયક પેનલ દ્વારા છ નવલકથાઓની અંતિમ સૂચિનું અનાવરણ કરવામાં આવ્યું જેમા 163 પુસ્તકોમાંથી તેને પસંદ કરવામાં આવી હતી.
- આ નવલકથાઓ પાછલા વર્ષના ઓક્ટોબર અને ચાલુ વર્ષના સપ્ટેમ્બર વચ્ચે પ્રકાશિત કરવામાં આવી હતી.
- 'વેસ્ટર્ન લેન' ગોપી નામની 11 વર્ષની બ્રિટિશ ગુજરાતી છોકરી અને તેના પરિવાર સાથેના તેના ગાઢ સંબંધોની કરુણ વાર્તા છે.
- આ સિવાય પોલ લિન્ચ (આયર્લેન્ડ) દ્વારા 'પ્રોફેટ સોંગ', પૌલ મુરે (આયર્લેન્ડ) દ્વારા 'ધ બી સ્ટિંગ', સારાહ બર્નસ્ટેઇન (કેનેડા) દ્વારા 'સ્ટડી ફોર ઓબિડીયન્સ ', જોનાથન એસ્કોફરી (યુએસ) દ્વારા 'ઇફ આઇ સર્વાઈવ યુ' પોલ હાર્ડિંગ (યુએસ) દ્વારા 'ધિસ અધર ઈડન'નો સમાવેશ થાય છે.
- બુકર પ્રાઇઝ 2023માં £50,000નું નોંધપાત્ર ઇનામ આપવામાં આવશે ઉપરાંત વધુમાં, સમકાલીન સાહિત્યમાં અસાધારણ યોગદાન માટે બાકીના શોર્ટલિસ્ટ થયેલા લેખકોને દરેકને £2,500નું ઇનામ મળશે.
- બુકર પ્રાઈઝ વિશ્વના કોઈપણ ખૂણેથી લેખકો દ્વારા અંગ્રેજીમાં લખાયેલી કૃતિઓ માટે આપવામાં આવે છે.
- બુકર પ્રાઇઝ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ગેબી વુડ છે.
- વર્ષ 1997માં ભારતના અરુંધતી રોયને તેઓની નવલકથા 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ' માટે બુકર પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.