- Central Pollution Control Board (CPCB) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છ હવા સર્વેક્ષણમાં ઈન્દોર પ્રથમ જ્યારે આગરા અને થાણેને બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું.
- આ રેન્કિંગ તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંના આધારે આપવામાં આવે છે.
- ઈન્દોર, આગ્રા અને થાણેને દસ લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.
- મહારાષ્ટ્રના અમરાવતીએ 3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ટોચનું સ્થાન મેળવ્યું જેમાં ઉત્તર પ્રદેશનું મુરાદાબાદ અને આંધ્ર પ્રદેશનું ગુંટુર બીજા અને ત્રીજા સ્થાને રહ્યું.
- ત્રણ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં હિમાચલ પ્રદેશનું પરવાનુ પ્રથમ ક્રમે, હિમાચલના કાલા અંબ અને ઓડિશાના અંગુલ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા.