- આ પહેલ Aspirational Blocks Programme (ABP) અમલ સાથે જોડાયેલી છે, જેનું ઉદ્ઘાટન 7 જાન્યુઆરી 2023 ના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.
- આ પહેલનો ઉદ્દેશ્ય નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તરે શાસનમાં સુધારો કરવાનો રહેલ છે.
- ABP ભારતના 329 જિલ્લાઓમાં ફેલાયેલા 500 મહત્વાકાંક્ષી બ્લોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- 3 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર, 2023 દરમિયાન તમામ 500 મહત્વકાંક્ષી બ્લોક્સમાં ‘Sankalp Saptaah’ પહેલ ઉજવવામાં આવશે.
- આ સપ્તાહ લાંબા કાર્યક્રમ દરમિયાન પ્રત્યેક દિવસ એક વિશિષ્ટ વિકાસ થીમને સમર્પિત કરવામાં આવશે, જે સુધારણાના મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત પ્રયત્નોને પ્રોત્સાહન આપશે.
- પ્રથમ છ દિવસની થીમમાં'સંપૂર્ણ સ્વાસ્થ્ય' (Sampoorna Swasthya), 'સુપોષિત પરિવાર' (Suposhit Pariwaar), 'સ્વચ્છતા' (Swachhta), 'કૃષિ' (Krishi), 'શિક્ષા' (Shiksha) અને 'સમૃદ્ધિ દિવસ' (Samridhi Diwas’) નો સમાવેશ થાય છે.
- 9 ઓક્ટોબર, 2023 ના રોજ સમગ્ર સપ્તાહ દરમિયાન હાથ ધરવામાં આવેલા કાર્યની ઉજવણી 'સંકલ્પ સપ્તાહ – સંવાદ સમારંભ' (Sankalp Saptaah – Samavesh Samaroh) તરીકે કરવામાં આવશે.