- આ ક્રિકેટ સ્ટેડિયમ ભગવાન શિવથી પ્રેરિત ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવશે જે પોતાનામાં એક અનોખું સ્ટેડિયમ હશે.
- વારાણસીમાં બનનાર આ સ્ટેડિયમ લગભગ 27 મહિનામાં તૈયાર થઈ જશે.
- આ સ્ટેડિયમની ડિઝાઈનમાં ભગવાન શિવ સાથે સંબંધિત ચિહ્નોનો સમાવેશ કરવામાં આવશે જેમાં સ્ટેડિયમમાં લગાવવામાં આવેલી ફ્લડ લાઇટ ત્રિશૂલના આકારમાં બનાવવામાં આવશે.
- સ્ટેડિયમની છતને ચંદ્ર, સ્વાગત માટે બેલપત્ર તો મીડિયારૂમ ડમરુની થીમ પર તૈયાર કરવામાં આવશે.
- બેસવા માટેની સીડીઓ કાશીના ગંગા ઘાટની થીમ પર બનાવવામાં આવનાર છે.
- આ ક્રિકેટ સ્ટેડિયમ ગંજરી વિસ્તારમાં 31 એકરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવનાર છે. તેને બનાવવામાં ₹330 કરોડથી વધુનો ખર્ચ થશે.
- આ સ્ટેડિયમમાં લગભગ 30 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે.
- ઉત્તર પ્રદેશમાં આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લખનૌ અને કાનપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે.