- આ યાદીમાં સ્વિત્ઝર્લેન્ડનું સતત બીજી વખત પ્રથમ ક્રમે અને એકંદરે છઠ્ઠી વખત પ્રથમ સ્થાને રહ્યું.
- આ યાદીમાં બીજા ક્રમે કેનેડા, ત્રીજા ક્રમે સ્વીડન, ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયા અને પાંચમા ક્રમે અમેરિકા છે.
- એશિયામાં ટોચના 25માં જાપાન, સિંગાપોર, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.
- ભારતની રેન્કિંગમાં વર્ષ 2022ની તુલનામાં એક સ્થાનનો સુધારો થયો છે વર્ષ 2023માં 40.8 ના એકંદર સ્કોર સાથે 30મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- ભારતે 'Movers' શ્રેણીમાં 5મું સ્થાન મેળવ્યું છે. આ શ્રેણી દેશોનું મૂલ્યાંકન તેમની ભાવિ વૃદ્ધિની સંભાવના અને વૈશ્વિક અર્થતંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પડકારોને પહોંચી વળવાની તેમની તૈયારીના આધારે કરવામાં આવે છે.
- ઉપરાંત સાંસ્કૃતિક પ્રભાવ અને વારસાના ક્ષેત્રોમાં ભારત અનુક્રમે 29મા અને 10મા ક્રમે અને વીજળીની શ્રેણીમાં ભારત 12મા સ્થાને છે.
- વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની WPP અને Wharton School of the University of Pennsylvania સ્કૂલના સહયોગથી 87 દેશોનું આ રેન્કિંગ પ્રકાશિત કરવામાં આવ્યું.
- આ રેન્કિંગ ગતિશીલતા, સુરક્ષા, આર્થિક સ્થિરતા અને સામાજિક ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધતા જેવા 73 ગુણો પર કરવામાં આવે છે.
- અત્રે સાયપ્રસ, હોન્ડુરાસ અને ઝિમ્બાબ્વે રેન્કિંગમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે અલ સાલ્વાડોર 2022માં યાદીમાં સામેલ નહોતું જે 2023માં ફરીથી જોડ્યું છે.