- 'નદી ઉત્સવ'નું આયોજન ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA), નવી દિલ્હી ખાતે 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું.
- આ 'નદી ઉત્સવ'ની ચોથી આવૃત્તિ છે જે ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA), નેશનલ કલ્ચરલ મેપિંગ મિશન (NMCM) અને જનપદ સંપદા વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી.
- આ વર્ષે 'નદી ઉત્સવ'નું આયોજન દિલ્હીમાં યમુના નદીના કિનારે ત્રણ દિવસીય કાર્યક્રમના ભાગ રૂપે કરવામાં આવ્યું છે.
- ‘નદી ઉત્સવ’bઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA), નેશનલ કલ્ચરલ મેપિંગ મિશન (NMCM) અને જનપદ સંપદા વિભાગ દ્વારા વર્ષ 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગોદાવરી નદીના કિનારે સ્થિત મહારાષ્ટ્રના નાસિક શહેરમાં યોજાયો હતો.
- બીજો 'નદી ઉત્સવ' કૃષ્ણા નદીના કિનારે સ્થિત આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં અને ત્રીજો 'નદી ઉત્સવ' ગંગા નદીના કિનારે સ્થિત બિહારના મુંગેર શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
- ચોથા 'નદી ઉત્સવ'ના મુખ્ય અતિથિ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ માનનીય ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ, વિશેષ અતિથિ તરીકે પ્રખ્યાત ફિલોસોફર અને વિદ્વાન આચાર્ય શ્રીવત્સ ગોસ્વામી અને પરમાર્થ નિકેતનના વડા અને આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને અતિથિ વિશેષ તરીકે જાણીતા પર્યાવરણવિદ પદ્મભૂષણ ડો.અનિલ પ્રકાશ જોષી રહેશે.
- 'નદી ઉત્સવ' કાર્યક્રમ દરમિયાન પ્રાચીન ગ્રંથોમાં નદીઓનું વર્ણન, નદી કિનારે સાંસ્કૃતિક વારસો અને લોક-સાંસ્કૃતિક પરંપરાઓમાં નદીઓના ઉલ્લેખ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા સત્રો યોજવામાં આવશે.
- આ ત્રણ દિવસમાં 18 ફિલ્મો પણ બતાવવામાં આવશે. આમાંથી છ ફિલ્મો ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA) દ્વારા બનાવવામાં આવી છે ઉપરાંત પપેટ શોના ભાગરૂપે પૂરણ ભટ્ટ દ્વારા ‘યમુના ગાથા’ રજૂ કરવામાં આવશે.
- કાર્યક્રમમાં બતાવવામાં આવનારી 18 ડોક્યુમેન્ટ્રીમાંથી પાંચને એવોર્ડ આપવામાં આવશે જેમાં ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ ભારત, કાશ્મીર, ઉત્તરાખંડ, રાજસ્થાન વગેરેની ફિલ્મોનો સમાવેશ થાય છે.
- સ્ક્રિનિંગની શરૂઆત ફિલ્મ 'મહાનદી'થી થશે, 60 મિનિટની આ ફિલ્મનું નિર્દેશન જુબાનાશ્વ મિશ્રાએ કર્યું છે.
- ‘નદી ઉત્સવ’માં ત્રણ પ્રકારના પ્રદર્શનો હશે જેમા ‘સાંઝી’ પ્રદર્શન દેશના 16 ઘાટ પર આધારિત હશે આ ઉપરાંત નદીની સંસ્કૃતિને લગતું ફોટોગ્રાફી પ્રદર્શન અને દિલ્હીની શાળાના બાળકો દ્વારા નદીઓ પર બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે.