- વેનેડિયમ ખંભાતના અખાતમાં અલંગ નજીકથી એકત્ર કરાયેલા કાંપના નમૂનાઓમાં મળી આવ્યું.
- વેનેડિયમ સ્ટીલને મજબૂત કરવા અને બેટરી બનાવવા માટે વપરાતું ખનિજ ભારતમાં દુર્લભ છે.
- વેનેડિયમ ખનિજ સંરક્ષણ અને એરોસ્પેસ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. ઉદાહરણ તરીકે, ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમના વેનેડિયમ ધરાવતા એલોયનો ઉપયોગ ખાસ કરીને જેટ એન્જિનના ઘટકો અને હાઇ-સ્પીડ એરફ્રેમ માટે થાય છે.
- વેનેડિયમ ટાઈટેનોમેગ્નેટાઈટ નામના ખનિજમાં ખંભાતના અખાતમાંથી લેવામાં આવેલા નમૂનાઓમા મળી આવ્યું.
- વેનેડિયમ પ્રાકૃતિક રીતે તેના શુદ્ધ સ્વરૂપમાં ભાગ્યે જ જોવા મળે છે, વેનેડિયમ 55 થી વધુ વિવિધ ખનિજોમાં હાજર હોય છે, જે તેનું ઉત્પાદન ખર્ચાળ બનાવે છે.
- ટાઇટેનોમેગ્નેટાઇટ પીગળેલા લાવા ઝડપથી ઠંડુ થાય ત્યારે બને છે.
- વૈજ્ઞાનિકોએ ખંભાતના અખાતમાં કાંપમાંથી 69 નમૂનાઓ એકત્રિત કર્યા હતા ત્યારબાદ નાગપુરમાં GSIની મિનરલ ફિઝિક્સ લેબોરેટરીમાં સ્કેનિંગ ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ, એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રી, એક્સ-રે ડિફ્રેક્શન, ઈલેક્ટ્રોન પ્રોબ માઇક્રો-એનાલિસિસ અને હેવી મિનરલ એનાલિસિસનો ઉપયોગ કરીને આનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
- ભારતના દરિયા કિનારાના કાંપમાં વેનેડિયમ મળી આવ્યાની ઘટના મહત્વપૂર્ણ છે.