- તેઓને આ એવોર્ડ 'ઈરાનમાં મહિલાઓના જુલમ સામેની તેમની લડાઈ અને તમામ માટે માનવાધિકાર અને સ્વતંત્રતાને પ્રોત્સાહન' આપવાની તેમની લડાઈ માટે આપવામાં આવ્યો.
- તેઓનો જન્મ 21 એપ્રિલ 1972, ઝાંજાન, ઈરાન ખાતે થયો હતો.
- હાલમાં તેઓ નરગીસ મોહમ્મદી ડિફેન્ડર ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર (DHRC) ના ઉપાધ્યક્ષ છે.
- આ લડાઇમાં એકંદરે ઈરાન શાસન દ્વારા તેણીની 13 વખત ધરપકડ કરવામાં આવ્યા, તેણીને પાંચ વખત દોષિત ઠેરવી અને તેણીને કુલ 31 વર્ષની જેલ અને 154 કોરડા મારવામાં આવ્યા છે. હાલમાં પણ તેઓ જેલમાં છે.
- વર્ષ 1901 થી 103 નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. તે 19 પ્રસંગોએ એનાયત કરવામાં આવ્યા નથી જેમાં 1914-1916, 1918, 1923, 1924, 1928, 1932, 1939-1943, 1948, 1955-1956, 1966-67નો સમાવેશ થાય છે.
- સૌથી નાની ઉંમરના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ છે, જેને વર્ષ 2014નો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારે 17 વર્ષની હતી.
- સૌથી વૃદ્ધ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જોસેફ રોટબ્લેટ છે, જેઓને વર્ષ 1995 માં પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે 87 વર્ષના હતા.
- ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC) ના કાર્યને સૌથી વધુ - ત્રણ વખત - નોબેલ શાંતિ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે.
- વધુમાં, ICRCના સ્થાપક, હેનરી ડ્યુનાન્ટને વર્ષ 1901માં પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
- નોબેલ શાંતિ પુરસ્કાર નોમિનેશન થયેલ હોય પણ આપવામાં આવ્યો ન હોય તેવા વ્યક્તિઓમાં એડોલ્ફ હિટલર, મહાત્મા ગાંધી અને જોસેફ સ્ટાલિનનો સમાવેશ થાય છે.
- જોસેફ સ્ટાલિન, સોવિયેત યુનિયન (1922-1953)ની કોમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ, 1945 અને 1948 માં બીજા વિશ્વ યુદ્ધને સમાપ્ત કરવાના તેમના પ્રયત્નો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
- ભારતના એમ.કે.ગાંધીને 1937, 1938, 1939, 1947, 1948માં નામાંકિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ મરણોત્તર કાયદા દ્વારા પુરસ્કારની મંજૂરી ન હોવાથી તેઓને જોકે ગાંધીને પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો.
- એડોલ્ફ હિટલરને વર્ષ 1939માં સ્વીડિશ સંસદના સભ્ય, E.G.C. દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા અને 1 ફેબ્રુઆરી 1939 ના રોજ લખેલા પત્રમાં નામાંકન ઝડપથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.