BCCI દ્વારા અમોલ મુઝુમદાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • Board of Control for Cricket in India (BCCI) ની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા તેઓની નિયુક્તિ કરવામાં આવી.
  • મહિલા ટીમના મુખ્ય કોચનું પદ ડિસેમ્બર 2022 થી ખાલી હતું.
  • અગાઉ કોચ તરીકે કાર્યરત રમેશ પોવારને BCCI ના 'પુનઃરચના મોડ્યુલ' ના ભાગ રૂપે અચાનક તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
  • કોચ વિના વચગાળા સમયમાં હૃષીકેશ કાનિટકરે કાર્યકારી મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી ઉપરાંત ભારતના ભૂતપૂર્વ બોલર નૂશીન અલ ખાદીર જુલાઈમાં બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન વચગાળાના મુખ્ય કોચ તરીકે રહ્યા હતા.
  • અમોલ મુઝુમદાર 21 વર્ષની સફળ ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાંથી તેમની નિવૃત્તિ બાદ કોચ તરીકે કાર્યરત છે.
  • તેઓ રણજી ટ્રોફીમાં મુંબઈ, આંધ્ર અને આસામની ટીમમાંથી રમેલા છે અને રણજીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે રેકોર્ડ ધરાવે છે.
  • તેમની કારકિર્દીમાં 171 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 30 સદી સાથે 11,167 રન બનાવવાનો સમાવેશ થાય છે.
  • તેઓએ BCCIની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઘણી ટીમો સાથે અને Indian Premier League (IPL) માં રાજસ્થાન રોયલ્સના કોચિંગ સ્ટાફમાં પણ યોગદાન આપ્યું હતું અને 2019માં ભારતના પ્રવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકાને મદદ કરી હતી.
BCCI appoints Amol Muzumdar as women’s cricket team head coach

Post a Comment

Previous Post Next Post