દિગ્ગજ સ્પિનર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન.

  • તેઓએ 1969-70ની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1976માં બેદીને મન્સૂર અલી ખાન પટૌડીના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 
  • તેઓએ નોર્થમ્પટનશાયર માટે 102 ફર્સ્ટ-ક્લાસ રમતો રમી હતી અને વર્ષ 1972 થી 1977 સુધી 434 વિકેટો લીધી હતી.
  • તેમણે વર્ષ 1990માં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર તરીકે સેવા આપી હતી.
  • તેઓને વર્ષ 1970માં ક્રિકેટમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રી એનાયત કરાયો હતો.
Bishan Singh Bedi

Post a Comment

Previous Post Next Post