- ઇઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
- ભારત સરકાર દ્વારા કટોકટીની પરિસ્થતિમાં પોતાના નાગરિકોને બહાર કાઢવા ઘણા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેમાં વર્ષ 2015માં યમનની કટોકટી દરમિયાન 'Operation Raahat', વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ 'Operation Amity', વર્ષ 2016માં દક્ષિણ સુદાનમાં થયેલ યુદ્ધ દરમ્યાન રાષ્ટ્રીય પ્રયાસના ભાગરૂપે 'Operation Samudra Setu', ઓગષ્ટ 2021માં યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે 'Operation Devi Shakti', ફેબ્રુઆરી, 2023માં તુર્કી-સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને પગલે 'Operation Friend' અને એપ્રિલમાં કોવિડ-19 મહામારી દરમિયાન વિદેશમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા 'Operation Sankat Mochan' અને વર્ષ 2023 સંઘર્ષગ્રસ્ત સુદાનમાં ફસાયેલા હજારો નાગરિકોને બચાવવા માટે 'Operation Kaveri' હાથ ધરવામાં આવ્યું હતું.