- રાષ્ટ્રીય હળદર બોર્ડનો ઉદ્દેશ્ય હળદરની જાગૃતિ અને વપરાશ વધારવનો અને નિકાસ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા બજારો વિકસાવવાનો છે.
- બોર્ડ નવા ઉત્પાદનોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન, મૂલ્યવર્ધિત હળદર ઉત્પાદનો માટે પરંપરાગત જ્ઞાન અને હળદર ક્ષેત્રના વિકાસ અને વૃદ્ધિમાં મસાલા બોર્ડ અને અન્ય સરકારી એજન્સીઓ સાથે વધુ સંકલનની સુવિધા આપશે.
- ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર છે.
- હળદરના વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 62 % થી વધુ છે.
- ભારતમાં દેશના 20 થી વધુ રાજ્યોમાં હળદરની 30 થી વધુ જાતો ઉગાડવામાં આવે છે.
- હળદરના સૌથી મોટા ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ છે.