- ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વર્ષ-2023ને મીલેટસ વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે જેની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગ દ્વારા 'વઘઈ પરિસરિય પ્રવાસન વિકાસ સહકારી મંડળી' ના નેજા હેઠળ મહિલાઓ સંચાલિત આ મીલેટસ બેકરીની શરૂઆત કરવામા આવી છે.
- આ મીલેટસ બેકરીમાં નાગલી, જુવાર, મકાઈ, બાજરો, ચણા અને મોરયો વિગેરે જેવા આખા ધાનથી બિસ્કિટ, કુકીઝ, કેક, બ્રેડ, પિત્ઝા, પાસ્તા વિગેરે વાનગીઓ મહિલાઓ દ્વારા બનાવી વેચાણ કરવામાં આવશે. જેનાથી લોકોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર મળી રહેશે તો સાથે મિલેટસ વાનગીઓ પ્રત્યે લોકોને જાગૃત પણ કરી શકાશે, અને સ્થાનિક બહેનોને રોજગારીની તક ઉપલબ્ધ કરી શકાશે.