ICC દ્વારા સચિન તેંડુલકરને ODI વર્લ્ડ કપ 2023 માટે 'Global Ambassador' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • ઉલ્લેખનીય છે કે 2023 ODI વર્લ્ડ કપ 5, ઓકટોબરથી ભારતમાં યોજાનાર છે જેનું ઉદ્ઘાટન અને પ્રથમ મેચ અમદાવાદથી શરૂ થનાર છે.
  • 'માસ્ટર બ્લાસ્ટર' તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 50 ઓવરના 6 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો તેમજ 673 રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે.
  • ઉપરાંત  ICCએ વિવિયન રિચર્ડ્સ, એબી ડી વિલિયર્સ, ઓવેન મોર્ગન, એરોન ફિન્ચ, મુથૈયા મુરલીધરન, રોસ ટેલર, સુરેશ રૈના, મિતાલી રાજ અને મોહમ્મદ હફીઝને બ્રાન્ડને પણ સમાવેશ થાય છે.
  • ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સત્તાવાર શરૂઆત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ પહેલા ભવ્ય સમારંભ સાથે થશે જેમાં સચિન તેંડુલકર દ્વારા હાજરી આપવામાં આવશે.
ICC Names Sachin Tendulkar As ‘Global Ambassador’ for ODI World Cup 2023

Post a Comment

Previous Post Next Post