ઈન્ડોનેશિયા દ્વારા દક્ષિણપૂર્વ એશિયાની પ્રથમ હાઈ-સ્પીડ રેલ્વે 'Whoosh' લોન્ચ કરવામાં આવી.

  • ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા આ દક્ષિણપૂર્વ એશિયાની પ્રથમ હાઈ-સ્પીડ રેલ્વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, જેને 'Whoosh' હાઇ-સ્પીડ રેલ્વે તરીકે ઓળખવામાં આવે છે, તે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવનો મુખ્ય ઘટક છે અને ઇન્ડોનેશિયાના બે મુખ્ય શહેરો વચ્ચેના મુસાફરીના સમયમાં ઘટાડો કરશે.
  • $7.3 બિલિયનના અંદાજિત ખર્ચ સાથે, આ માળખાકીય પ્રોજેક્ટને મુખ્યત્વે ચીન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. 
  • આ ટ્રેન PT Kereta Sepat Indonesia-China (PT KCIC) નો સયુંકત પ્રયાસ છે જે ચાર રાજ્યના સ્વામિત્વ વાળી કંપનીઓ અને ચાઇના રેલ્વે ઇન્ટરનેશનલ કંપનીના ઈન્ડોનેશિયાઇ સંઘદ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • હાઇ-સ્પીડ રેલ્વે રાજધાની જાકાર્તા ને  lબાંડુંગ સાથે જોડે છે. આ ટ્રેન દ્વારા પહેલાંના 3 કલાકની મુસાફરી હવે 40 મિનિટની રહેશે.
  • 'Waktu Hemat, Operasi Optimal, Sistem Handal' નો અર્થ ઇન્ડોનેશિયન ભાષામાં 'Whoosh' થાય છે, જેનો અર્થ થાય છે 'સમયની બચત, શ્રેષ્ઠ કામગીરી, વિશ્વસનીય સિસ્ટમ' (timesaving, optimal operation, reliable system) થાય છે.
  • ઇન્ડોનેશિયા દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યો હતો.
  • આ ટ્રેન જકાર્તા-બાંડુંગ હાઇ-સ્પીડ રેલ્વે એ ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર ચાર પ્રાંતોમાં 750-કિલોમીટર (466 માઇલ) હાઇ-સ્પીડ ટ્રેન લાઇન વિકસાવવાની વ્યાપક યોજનાનો એક ભાગ છે.
Indonesia Launches ‘Whoosh' Train

Post a Comment

Previous Post Next Post