- Japanese Maritime Self-Defense Force (JMSDF) દ્વારા જાપાનના સંરક્ષણ મંત્રાલયના વિભાગ Acquisition Technology & Logistics Agency (ATLA) સાથે મળીને ઓફશોરથી medium-caliber maritime electromagnetic railgunનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
- આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર ઑફશોર પ્લેટફોર્મ પરથી રેલગન લોન્ચ કરવામાં સફળ થયું હોય. સામાન્ય રીતે રેલગન જહાજો પર માઉન્ટ કરવામાં આવે છે, આ સફળતાના કારણે જાપાન આ ટેક્નોલોજીનો ઉપયોગ જમીન અને સમુદ્ર બંને પર કરી શકશે.
- રેલગન એ અત્યાધુનિક ઇલેક્ટ્રોમેગ્નેટિક શસ્ત્ર છે. જે ઉચ્ચ વેગ પર અસ્ત્રોને પ્રક્ષેપિત કરવા માટે રચાયેલ છે, લગભગ મેક 7ની ઝડપે પહોંચે છે તેમજ તે અવાજની ઝડપ કરતાં સાત ગણી છે.
- આ ટેક્નોલોજી જહાજો, મિસાઈલ અને એરક્રાફ્ટ સહિત વિવિધ વસ્તુઓને નિશાન બનાવવામાં સક્ષમ છે.
- જાપાનના રેલગન પ્રોગ્રામનો પ્રાથમિક ધ્યેય આ ટેક્નોલોજીને લાંબા અંતરની મિસાઈલો સાથે એકીકૃત કરવાનો છે.
- વર્ષ 1990માં એજન્સીના Ground Systems Research Centre (GSRC) દ્વારા નાના 16mm રેલગન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.
- વર્ષ 2016માં ATLA દ્વારા એન્ટિ-એર અને મિસાઇલ વિરોધી ક્ષમતાઓ સાથે પ્રોટોટાઇપ બનાવવાનું મિશન શરૂ કરવામાં આવ્યું હતું.
- ATLA રેલગન પાંચ Megajoules (MJ) અથવા પાંચ Million Joules (J) ચાર્જ ઊર્જાનો ઉપયોગ કરે છે. તે લગભગ 2,230m/s (Mach 6.5)ની ઝડપે બુલેટ ચલાવી શકે છે. ATLA તેને 20 MJ ચાર્જ ઉર્જાથી સજ્જ કરવાની કલ્પના કરે છે.
