ગુજરાતના ધોરડોને UNWTOના શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2023 નો એવોર્ડ મળ્યો.

  • ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોને United Nations agency World Tourism Organization (UNWTO) દ્વારા જાહેર કરાયેલ 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સ્થાન મળ્યું.
  • UNWTOનો શ્રેષ્ઠ પ્રવાસન ગામો 2023 (Dhordo Best Tourism Village)નો એવોર્ડએ ગ્રામીણ વિસ્તારોના સંવર્ધન, લેન્ડસ્કેપ્સની જાળવણી, સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખવા, સ્થાનિક મૂલ્યોની રક્ષા કરવા અને રાંધણ પરંપરાઓની ઉજવણીમાં અગ્રણી ગામોને આપવામાં આવ્યો છે. 
  • આ એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી જેનો ઉદેશ્ય ટકાઉ પ્રવાસન પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.
  • તેની ત્રીજી આવૃત્તિમાં UNWTOની પહેલે લગભગ 260 અરજીઓમાંથી વિવિધ પ્રદેશોમાંથી 54 ગામોને પસંદ કરવામાં આવ્યા છે.
  • આ એવોર્ડની જાહેરાત 16 થી 20 ઓક્ટોબર દરમિયાન સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં આયોજિત UNWTO જનરલ એસેમ્બલી દરમિયાન કરવામાં આવી હતી.
  • ધોરડોની સાથે વિશ્વભરના અન્ય કેટલાક ગામોએ માન્યતા પ્રાપ્ત કરી છે, જેમાં ચિલીમાં બેરાંકાસ, જાપાનમાં બીઇ, સ્પેનમાં કેન્ટાવીજા, ઇજિપ્તમાં દહશૌર, કોરિયાના પ્રજાસત્તાકમાં ડોંગબેક, લેબનોનમાં ડૌમા, પોર્ટુગલમાં એરિકેરા અને કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે. 
  • UNWTO દ્વારા માન્યતા પ્રાપ્ત ગામડાઓનું મૂલ્યાંકન સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, સાંસ્કૃતિક સંસાધનોના પ્રમોશન અને સંરક્ષણ, આર્થિક, સામાજિક અને પર્યાવરણીય ટકાઉપણું અને પ્રવાસન વિકાસ સહિત નવ મુખ્ય ક્ષેત્રોમાં કરવામાં આવે છે. 
  • આ માપદંડો એ સુનિશ્ચિત કરે છે કે માન્યતા પ્રાપ્ત ગામો માત્ર સુંદર સ્થળો નથી પરંતુ તે સ્થાનો પણ છે જ્યાં સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન થાય છે અને જ્યાં પ્રવાસનથી સમગ્ર સમુદાયને ફાયદો થાય છે.
Gujarat’s Dhordo awarded Best Tourism Village 2023

Post a Comment

Previous Post Next Post