ભારતની પ્રથમ Regional Rapid Transit System હેઠળ ઉત્તરપ્રદેશમાં 'NaMo Bharat' ટ્રેનની શરુઆત થઈ.

  • વડાપ્રધાન દ્વારા સાહિબાબાદ સ્ટેશનથી દેશની પ્રથમ રેપિડ રેલ 'NaMo Bharat' ને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી.
  • અગાઉ RapidX તરીકે ઓળખાતી આ ટ્રેનની 152 થી 155/કિમીની ઝડપે દોડશે.
  • આ ટ્રેનની શરૂઆત ભારતમાં Regional Rapid Transit System (RRTS)ની શરૂઆતને દર્શાવે છે. 
  • RRTS એક નવી પ્રકારની ટ્રેન સિસ્ટમ છે જે નિયમિત ટ્રેનો કરતા ઝડપી છે અને વારંવાર દોડે છે અને ઇન્ટરસિટી મુસાફરીને ઝડપી અને વધુ સુવિધાજનક બનાવવા માટે આ એક મોટી યોજના છે.
  • 'NaMo Bharat' ટ્રેન દરેક કોચમાં છ CCTV, ઇમરજન્સી ડોર ઓપનિંગ સિસ્ટમ અને ટ્રેન ઓપરેટર સાથે કનેક્ટ થવા માટે કોમ્યુનિકેશન બટન, ઓવરહેડ લગેજ રેક્સ, Wi-Fi કનેક્ટિવિટી અને મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ આઉટલેટ્સ,  પ્રીમિયમ કોચમાં સમર્પિત ટ્રેન એટેન્ડન્ટ, ઊભા રહેવા માટે હેન્ડ હોલ્ડર, 2X2 બેઠક, વેઇટિંગ લાઉન્જ જેવી સુવિધાઓ ધરાવે છે.
  • આ ટ્રેન સેવા સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે અને 17 કિલોમીટરની મુસાફરી દરમિયાન 5 સ્ટેશનો સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો પર 30 સેકન્ડ રોકાશે. 
  • અત્યારે કાર્યરત મેલ એક્સપ્રેસ ટ્રેન મેરઠ અને દિલ્હી વચ્ચે દોઢ કલાક લે છે અને લોકલ ટ્રેન બે કલાક લે છે જ્યારે RRTS માત્ર 55-60 મિનિટ લેશે.  
  • દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ Regional Rapid Transit System (RRTS) Corridor 30,274 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 82 કિલોમીટર લાંબો કોરિડોર રહેશે જે દિલ્હીના સરાય કાલે ખાન સ્ટેશનથી મેરઠના મોદીપુરમ સુધી લંબાશે.
  • National Capital Region (NCR) માં વિકાસ માટે કુલ આઠ RRTS કોરિડોર બનાવવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ તબક્કા-I અમલીકરણ કરવામાં આવશે.
  • આ ત્રણ કોરિડોરમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-SNB-અલવર કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોરનો સમાવેશ થાય છે.  
  • આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 8 માર્ચ 2019ના રોજ કરવામાં આવ્યો હતો જે જૂન 2025માં પૂર્ણ થશે. 
  • મેટ્રોની જેમ આ ટ્રેનમાં પણ પર મહિલાઓ માટે અલગ કોચ હશે. તેમાં 50%થી વધુ મહિલા સ્ટાફ હશે, જેમની સ્થાનિક સ્તરે ભરતી કરવામાં આવી છે.
PM Modi flags off country’s first Namo Bharat train

Post a Comment

Previous Post Next Post