કેરળ દ્વારા તેની પ્રથમ 3D-Printed Building નું અનાવરણ કરવામાં આવ્યું.

  • 3D પ્રિન્ટેડ ઇમારતનું નામ 'Amaze 28' છે. જે PTP નગર, તિરુવનંતપુરમમાં કેરળ રાજ્ય નિર્મિતિ કેન્દ્ર (KESNIK) કેમ્પસમાં સ્થિત છે.
  • આ બિલ્ડિંગમાં 380 સ્ક્વેર-ફૂટ નો એક રૂમનો સમર હાઉસ છે જેના બાંધકામ પ્રક્રિયામાં માત્ર 28 કલાકની 3D પ્રિન્ટીંગનો સમાવેશ થાય છે, જેમાં બાકીના ઘટકો જેમ કે વિન્ડોઝ અને રૂફિંગ, પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
  • કેરળ રાજ્ય નિર્મિતિ કેન્દ્ર દ્વારા IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થપાયેલ ચેન્નાઈ સ્થિત કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ Tvasta ના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
  • 3D પ્રિન્ટીંગ એ એક અત્યાધુનિક ઉત્પાદન તકનીક છે જે લેયર બાય લેયર પ્રિન્ટીંગ પર આધાર રાખે છે. તેમાં ત્રણ મુખ્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં Data Processing, Material Processing અને Robotic Printing નો સમાવેશ થાય છે.
Kerala’s first 3D printed building to be opened

Post a Comment

Previous Post Next Post