- કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા પંજાબના ગુરદાસપુરમાં સ્થિત સુંદર નવાનપિંડ સરદારન ગામને તાજેતરમાં 'Best Tourism Village of India 202' નું બિરુદ આપવામાં આવ્યું.
- નવાનપિંડ સરદારન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 54 થી માત્ર પાંચ કિલોમીટર દક્ષિણે આવેલું છે, માતા વૈષ્ણો દેવી મંદિર, કાંગડા, ધર્મશાળા, ડેલહાઉસી અને અન્ય લોકપ્રિય પ્રવાસન સ્થળો તરફ જતા પ્રવાસીઓ માટે એક આદર્શ સ્ટોપઓવર આપે છે.
- નવાનપિંડ સરદારનનો ઇતિહાસ 19મી સદીના ઉત્તરાર્ધનો છે જ્યારે તેની સ્થાપના નરેન સિંહ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1886માં તેમના પુત્ર બિઅંત સિંહ દ્વારા 'Kothi' બાંધવામાં આવી જે એક નિવાસસ્થાન અને કૃષિ પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર હતું.
- નવાનપિંડ સરદારનની સફળતા સાથે ગુરસિમરન કૌર સંઘ, ગુરમીત રાય સંઘ, મનપ્રીત કૌર સંઘ, ગીતા સંઘ અને નૂર સંઘ બહેનો જોડાયેલ છે 140 વર્ષ જૂની કોઠી અને પીપલ હવેલીને પુનઃસ્થાપિત કરવા અને નવીનીકરણ કરવી આ આર્કિટેક્ચરલ હવેલીને હોમસ્ટેમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
- ગુરદાસપુર જિલ્લા વહીવટીતંત્રના સમર્થનથી તેઓએ સ્થાનિક સમુદાયને કાર્યમાં સામેલ કરી અને રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે.
