ફિનલેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને નોબેલ પારિતોષિક વિજેતા Martti Ahtisaari નું 86 વર્ષની વયે નિધન.

  • તેઓને વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના ઉકેલમાં યોગદાન માટે નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) એનાયત કરવામાં આવ્યો હતો.
  • તેઓ વર્ષ 1994 થી 2000 સુધી 6 વર્ષ માટે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ હતા.
  • તેઓ પ્રથમ ફિનિશ રાજ્યના વડા હતા જેઓ ઇલેક્ટોરલ કૉલેજના બદલે સીધા જ ચૂંટાયા હતા.
  • તેઓએ વર્ષ 1990ના દાયકાના અંતમાં કોસોવોમાંથી સર્બિયાના ખસી જવા, ઉત્તરી આયર્લૅન્ડ શાંતિ પ્રક્રિયામાં, 1980ના દાયકામાં નામિબિયાની સ્વતંત્રતાની બિડ અને 2005માં ઈન્ડોનેશિયામાં અચેહ પ્રાંતની સ્વાયત્તતા સંબંધિત શાંતિ સમજૂતીઓમાં મદદ કરી હતી. 
  • તેઓએ આતંકવાદી જૂથ IRA (Irish Republican Army)ની નિઃશસ્ત્રીકરણ પ્રક્રિયા પર દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
  • 23 જૂન, 1937ના રોજ પૂર્વીય શહેર વિપુરીમાં જન્મેલા આહતીસારી વર્ષ 1965માં ફિનલેન્ડના વિદેશ મંત્રાલયમાં જોડાયા તે પહેલાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા.
Ahtisaari Martti Dies at 86

Post a Comment

Previous Post Next Post