કામદારો માટે લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરનાર ઝારખંડ પ્રથમ રાજ્ય બન્યું.

  • ઝારખંડ લઘુત્તમ વેતનના દાયરામાં સ્વિગી, ઝોમેટો, ઓલા, ઉબેર અને રેપિડો જેવા ગીગ કામદારો (GIG Workers)ને સામેલ કરવાના પગલાં લેનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. 
  • ઝારખંડ રાજ્યના શ્રમ વિભાગ હેઠળ લઘુત્તમ વેતન સલાહકાર પરિષદ દ્વારા આ મુદ્દાને ઉકેલવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. 
  • આ સમિતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય ડિલિવરી અને રાઇડ-હેલિંગ સેવાઓ સહિત ગીગ કામદારોની કામ કરવાની પરિસ્થિતિઓનો અભ્યાસ કરવાનો છે. 
  • તેમના તારણોના આધારે સમિતિ દ્વારા આ કામદારો માટે લઘુત્તમ વેતન અંગે ભલામણો કરશે.
  • રાજ્યમાં લઘુત્તમ વેતન શહેરોને ત્રણ જૂથોના આધારે નક્કી કરવામાં આવશે. જેમાં 'A' કેટેગરીમાં રાંચી, જમશેદપુર, ધનબાદ અને બોકારો જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. 'B' માં મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કાઉન્સિલ. 'C' માં ગ્રામ્ય અને દૂરના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
Jharkhand first state to take steps to ensure minimum wages for workers

Post a Comment

Previous Post Next Post