- મફત પ્રવાસી વિઝાના આ નિર્ણયને 31 માર્ચ, 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે.
- શ્રીલંકાની કેબિનેટ દ્વારા મંજૂરી આપેલ દેશોમાં ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.
- આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે કોઈપણ ફી વિના વિઝા મેળવી શકશે.
- ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી શ્રીલંકામાં આર્થિક સંકટ ઊભું થયેલ છે જેને કારણે શ્રીલંકામાં ખોરાક, દવા, રાંધણ ગેસ અને અન્ય ઇંધણ, ટોઇલેટ પેપર અને મેચો જેવી આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત સર્જાવા પામી છે.
- આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યટન ઉદ્યોગ વધુ મજબૂત બનાવવાનો છે.