- તેણે 73.29 મીટર થ્રો સાથે પોતાના જ બનાવેલા 70.83 મીટરના રેકોર્ડને તોડયો.
- આ સિદ્ધિ તેને F64 કેટેગરી ઇવેન્ટમાં બનાવી. F64 કેટેગરી એ એથ્લેટ્સ માટે છે જે પગના અંગવિચ્છેદન સાથે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરીને સ્ટેન્ડિંગ પોઝિશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકે છે.
- આ ગેમમાં 25 વર્ષીય એન્ટિલે આ વર્ષની શરૂઆતમાં પેરિસમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતતી વખતે ફેંકેલા 70.83 મીટરનો પોતાનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
- તેને વર્ષ 2021માં ભારતનું સર્વોચ્ચ રમત સન્માન ખેલ રત્ન એવોર્ડ અને વર્ષ 2022માં ભારત સરકારનો ચોથો-સૌથી ઉચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
- આ સિવાય એશિયન પેરા ગેમ્સમાં અંકુર ધામા એશિયન પેરા ગેમ્સની એક જ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. તેણે હાલમાં મેન્સ T11 1500m રેસમાં 4:27.70ના સમય સાથે અને અગાઉ શરૂઆતમાં, તેણે મેન્સ T11 5000 મીટર રેસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- અન્ય રેકોર્ડમાં ભારતીય એથ્લેટ સુંદર સિંહ ગુર્જરે મેન્સ F46 ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ સાથે 68.60 મીટરના નોંધપાત્ર થ્રો સાથે નવો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. અગાઉનો 67.79 મીટરનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના દિનેશ મુદિયનસેલેગે હેરાથના નામે હતો.