- વર્લ્ડ કપના ઈતિહાસમાં રનના સંદર્ભમાં કોઈપણ ટીમની આ સૌથી મોટી જીત છે અગાઉનો રેકોર્ડ 257 રનનો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ 2015માં પર્થમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો.
- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મેક્સવેલે 40 બોલમાં સદી કરી વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેણે એડન માર્કરમનો 49 બોલનો રેકોર્ડ તોડ્યો.
- નવી દિલ્હીના અરુણ જેટલી મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમે ડેવિડ વોર્નર (104 રન) અને ગ્લેન મેક્સવેલ (106 રન) ની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા.
- આ મેચમાં નેધરલેન્ડ્સનો બોલર બાસ ડી લીડે ODI મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો. તેણે 10 ઓવરમાં 115 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે લોગાન વેન બીકે 4 વિકેટ લીધી.