- UN સેક્રેટરી જનરલ દ્વારા જાહેર કરાયેલ આ નવી AI સલાહકાર સંસ્થામાં ભારતના જાણીતા ટેક્નોલોજી નિષ્ણાતોનું નામ આપવામાં આવ્યું છે.
- 39-સભ્યની આ AI સલાહકાર સંસ્થાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા 26 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવી છે.
- આ સંસ્થા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોને સમર્થન આપશેયુનાઇટેડ નેશન્સ, સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના નેતૃત્વ હેઠળ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ઊભી થતી તકો અને પડકારોને સંચાલિત કરવાનું કાર્ય કરશે.
- આ સમિતિમાં ટેક ઉદ્યોગના નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિવિધ પૃષ્ઠભૂમિના શિક્ષણવિદોનો સમાવેશ થાય છે.
- ભારત તરફથી આ સમિતિમાં iSPIRT ફાઉન્ડેશનના સહ-સ્થાપક શરદ શર્મા અને ટેક્નોલોજી પર યુએન સેક્રેટરી-જનરલના દૂત અમનદીપ સિંહ ગિલ જેવી અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
- આ સલાહકાર સમિતિની પ્રથમ બેઠક 27 ઓક્ટોબરે યોજાઇ હતી.